ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર સિવલ ઇજનેર ની ભરતી શરૂ – પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા જાણો

ગુજરાત પંચાયત સેવા ભરતી 2025: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB), ગાંધીનગર દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતોમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), વર્ગ-3 ની કુલ 350 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ ૩૩ જિલ્લાઓની અંદર જગ્યા પડી છે. 

અમદાવાદમાં 13, અમરેલીમાં 1, આણંદમાં 5, અરવલ્લીમાં 15, બનાસકાંઠામાં 32, ગાંધીનગરમાં 3, ગીર સોમનાથમાં 11, કચ્છમાં 18, મહેસાણામાં 15, પાટણમાં 5, વડોદરામાં 11 અને વલસાડમાં 13 જગ્યાઓ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓ સહિત મળી કુલ 350 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

સિવિલ ઈજનેરી ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે આ એક ઉત્તમ અને સોનેરી તક છે. રસ ધરાવતા ઉમેદવારો 6 નવેમ્બર, રાત્રે 11:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

અરજીની ફી

પરિક્ષા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવી ફરજિયાત રહેશે ( જનરલ કેટેગરી: ₹100 + સર્વિસ ચાર્જ ) , જ્યારે SC, ST, SEBC, માજી સૈનિક (Ex-Servicemen) તથા શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે કોઈપણ ફી લેવામાં આવશે નહીં.

જનરલ કેટેગરીના ઉમેદવારો પોતાની અરજી ફી SBI Pay દ્વારા ઓનલાઈન રીતે ojas.gujarat.gov.in વેબસાઇટ પર ભરવી રહેશે. ફી ભરવાની સુવિધા ડેબિટ કાર્ડ, UPI, ઈન્ટરનેટ બેન્કિંગ, NEFT જેવી વિવિધ ઓનલાઈન ચુકવણી પદ્ધતિઓ દ્વારા ઉપલબ્ધ છે.

શૈક્ષણિક લાયકાત

એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) ની જગ્યાઓ માટે ડિપ્લોમા અથવા ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. એટલે કે, જેમણે સિવિલ એન્જિનિયરિંગનો કોઈપણ માન્ય કોર્સ પૂર્ણ કર્યો હોય તેઓ આ ભરતી માટે લાયક ગણાશે.

ઉમેદવારની ન્યૂનતમ વય મર્યાદા 18 વર્ષ હોવી આવશ્યક છે. વધુમાં, સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે.

ડિપાર્ટમેન્ટ 

1 Diploma in Civil Environmental Engineering

2 Diploma in Civil (Construction) Engineering

3 Diploma in Civil and Rural Engineering

4 Diploma in Civil Engineering (Public Health Engineering)

5 Diploma in Civil Engineering (Construction Technology)

6 Diploma in Civil Engineering (Environmental Engineering)

7 Diploma in Civil Engineering (Environment and Pollution Control)

8 Diploma in Civil Engineering (Public Health and Environment) Engineering

9 Diploma in Construction Engineering

10 Diploma in Civil and Environment Engineering

11 Diploma in Civil Environmental Engineering

12 Diploma in Transportation Engineering

13 Diploma in Civil Technology

પગાર ધોરણ

જોગવાઈ મુજબ, પસંદ થયેલ ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે રૂ. 49,600 પ્રતિ માસના નિશ્ચિત પગાર સાથે નિમણૂક આપવામાં આવશે. બાદમાં, નિયમો મુજબ તે નિયમિત પદ પર રૂપાંતરિત થઈ શકશે અને સંબંધિત તમામ શાસનના લાભો માટે પાત્ર બનશે.

પરીક્ષાની પદ્ધતિ સિલેબસ 

પરીક્ષા કુલ 200 ગુણની રહેશે અને તેનો સમયગાળો ત્રણ કલાકનો રહેશે.

વિષયવાર વિભાજન નીચે મુજબ છે:

  1. General Awareness and General Knowledge – 35 ગુણ (માધ્યમ: ગુજરાતી)
  2. Gujarati Grammar – 20 ગુણ (માધ્યમ: ગુજરાતી)
  3. English Language and Grammar – 20 ગુણ (માધ્યમ: અંગ્રેજી)
  4. General Mathematics, Reasoning & Data Interpretation – 25 ગુણ (માધ્યમ: ગુજરાતી)
  5. Job-related and Technical Knowledge (શૈક્ષણિક લાયકાત અનુસાર) – 100 ગુણ (માધ્યમ: ગુજરાતી / અંગ્રેજી)

કુલ મળીને પરીક્ષા 200 ગુણની હશે અને ઉમેદવારોને તેને પૂર્ણ કરવા માટે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે.

“General Awareness and General Knowledge” વિષયમાં નીચેના મુદ્દાઓ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે:

  1. સામાન્ય માનસિક ક્ષમતા અને બુદ્ધિ પરિક્ષણ
  2. ભારત અને ગુજરાતનો ઇતિહાસ
  3. ભારત અને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર
  4. ભારત તથા ગુજરાતનું ભૂગોળ
  5. રમતગમત
  6. ભારતીય રાજકારણ અને ભારતનું બંધારણ
  7. પંચાયતી રાજ વ્યવસ્થા
  8. ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ
  9. ભારતીય અર્થતંત્ર અને આયોજન
  10. સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી તથા સંચાર તકનીક (ICT)
  11. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના વર્તમાન મુદ્દાઓ (Current Affairs)

નોંધ: પ્રશ્નપત્ર Multiple Choice Questions (MCQs) સ્વરૂપનું હશે.

અરજી કરવાની રીત

એના માટે https://ojas.gujarat.gov.in/ ત્યાર બાદ “Current Advertisement” વિકલ્પમાં “View All” પર ક્લિક કરો. ત્યાર પછી “Select Advertisement by Department” વિભાગમાં GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD (GPSSB) પસંદ કરો.

અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)” ની જાહેરાત નંબર 19/2025-26 હેઠળ પ્રકાશિત કરવામાં આવી છે

Leave a Comment

WhatsApp WhatsApp Telegram Telegram