BLO એ SIR ફોર્મ સબમિટ કર્યું? ઘરે બેઠા સ્ટેટસ ચેક કરો – SIR Form Status Check 2025

BLO એ તમારું SIR ફોર્મ સબમિટ કર્યું છે કે નહીં? ઘરે બેઠા મોબાઇલથી તરત ચેક કરો! નહીં તો નામ મતદાર યાદીમાંથી કાઢી નખાશે

ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા હાલમાં દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં Special Intensive Revision (SIR) – 2026 ઝુંબેશ ચાલી રહી છે. મતદાર યાદીમાં કોઇ ભૂલ રહે નહીં, ડુપ્લિકેટ એન્ટ્રી દૂર થાય અને બધાં નામ અપડેટ રહે તે માટે BLO ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરી રહ્યા છે.

જો તમે BLO ને ફોર્મ આપી દીધું છે તો પણ — તે સિસ્ટમમાં અપલોડ થયું છે કે નહીં તે ચેક કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારું નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ શકે છે

તમારા SIR ફોર્મનો સ્ટેટસ આ રીતે મોબાઇલથી ચેક કરો – SIR Form Status Check 2025

  • તમારા મોબાઇલ અથવા લેપટોપમાં –voters.eci.gov.in ઓપન કરો.
  • SIR – 2026 સેક્શન ઓપન કરો
    હોમપેજ પર તમને “Special Intensive Revision (SIR) – 2026” દેખાશે.
  • તેમાંથી Fill Enumeration Form પસંદ કરો.
  • તમારો Registered Mobile No / Email / EPIC No દાખલ કરો
  • Request OTP કરો
  • OTP નાખીને Login કરો
  • EPIC નંબરથી સ્ટેટસ તપાસો
  • લોગિન થયા પછી ફરીથી Fill Enumeration Form પર ક્લિક કરો
  • રાજ્ય (State) પસંદ કરો
  • તમારો EPIC Number દાખલ કરો
  • Search કરો

તમને કેવો મેસેજ મળશે?

જો તમારું ફોર્મ BLO એ અપલોડ કરી દીધું હશે

“Your form has already been submitted with mobile number XXXXXXXXX. Contact your BLO for more information.”

જો મેસેજ ન આવે

તો એ સમજવું કે ફોર્મ હજુ અપલોડ થયું નથી. – તાત્કાલિક તમારા BLO નો સંપર્ક કરો.

જાતે ઓનલાઇન SIR ફોર્મ કેવી રીતે ભરી શકાય?

જો BLO સુધી તમે પહોંચ્યા ન હો અથવા તેઓ તમારા ઘરે ન આવ્યા હોય, તો તમે પોતે પણ ઓનલાઇન ફોર્મ સબમિટ કરી શકો છો.

શરત: તમારો મોબાઇલ નંબર Voter ID સાથે લિંક હોવો જરૂરી.

પ્રક્રિયા:

  1. voters.eci.gov.in પર Fill Enumeration Form ઓપન કરો
  2. રાજ્ય પસંદ કરો
  3. EPIC નંબર નાખો
  4. તમારી માહિતી ચકાસો
  5. આધાર કાર્ડથી ઓનલાઇન વેરીફિકેશન કરો
  6. ફોર્મ સબમિટ કરો

ધ્યાન રાખો: આધાર અને Voter ID પર નામ એકસરખું હોવું જોઈએ.

છેલ્લી તક!

SIR પ્રક્રિયા પૂર્ણ થવાની છે.
આજે જ મોબાઇલથી સ્ટેટસ ચકાસી લો, નહીં તો આગામી ચૂંટણીમાં તમારું નામ યાદીમાં ન પણ હોય!

hindustankikhabar whatsapp WhatsApp hindustankikhabar telegram Telegram