Gujarat Ayushman Card KYC: 13 લાખ આયુષ્માન કાર્ડ ઇનએક્ટિવ | તરત KYC & Renew કરો, મફત સારવાર બચાવો

Gujarat Ayushman Card KYC: રાજ્યના 13 લાખ આયુષ્માન કાર્ડ ઇનએક્ટિવ, મફત સારવાર માટે તરત કરો રીન્યુ & KYC

Gujarat Ayushman Card KYC – ગુજરાત સરકારની મોટી ચેતવણી!


રાજ્યના અંદાજે 13 લાખથી વધુ આયુષ્માન કાર્ડ હાલમાં ‘ઇનએક્ટિવ’ થઇ ગયા છે. આમાં ‘મા અમૃતમ’, ‘મા વાત્સલ્ય’, સિનિયર સિટિઝન યોજના અને મધ્યમ વર્ગના ઘણા લાભાર્થીઓનો સમાવેશ થાય છે.

કાર્ડ રીન્યુ અથવા KYC સમયસર ન કરવા કારણે આ કાર્ડ બંધ થયા છે. ઘણી વાર ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચતાં વખતે જ ખબર પડે છે કે કાર્ડ બંધ છે, અને સારવાર મેળવવામાં મોટી મુશ્કેલી પડે છે.

એટલે સરકાર તરફથી તમામ જનતાને વિનંતી છે કે તમારો કાર્ડ તરત રીન્યુ કરી લો, જેથી મફત સારવારનો લાભ ચાલુ રહી શકે.

13 લાખ પરિવારો માટે મોટી મુશ્કેલી – Gujarat Ayushman Card KYC

સરકારના રેકોર્ડ મુજબ, રાજ્યમાં ઘણા લાભાર્થીઓ સમયસર માહિતી ન મળવાથી અથવા બેદરકારીથી રીન્યુઅલ પ્રક્રિયા બાકી રાખી દીધી છે. પરિણામે જ્યારે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે ત્યારે કાર્ડ એક્ટિવ કરાવવા માટે દોડધામ કરવી પડે છે.

સરકારે કહ્યું છે કે –

કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો પરિવાર સારવારથી વંચિત ન રહી જાય, તેથી તાત્કાલિક રીન્યુઅલ કરો.

‘G’ કેટેગરી કાર્ડ માટે ખાસ નિયમ

જો તમારું કાર્ડ ઇનએક્ટિવ છે અને તમે તેને ‘G’ કેટેગરીમાં બદલવા માંગો છો, તો પ્રક્રિયા આવી છે:

પગલાં (Steps)

  1. પહેલાં જૂનું ઇનએક્ટિવ કાર્ડ રીન્યુ કરાવો
  2. રીન્યુ થયા બાદ સિસ્‍ટમમાંથી ડિસેબલ કરાવો
  3. ત્યારબાદ જ નવી G કેટેગરીનું કાર્ડ બનાવો

કાર્ડ રીન્યુ અથવા KYC કેવી રીતે કરવી? (Step-by-Step)

ઓનલાઇન ઘરેથી કરો

  1. વેબસાઇટ ખોલો: beneficiary.nha.gov.in
  2. મોબાઈલ નંબર નાખી લોગિન કરો
  3. તમારી PMJAY ID / આધાર નંબરથી સર્ચ કરો
  4. નામની સામે Expired દેખાશે, ત્યાં Action ક્લિક કરો
  5. E-KYC (આધાર OTP વેરિફિકેશન) પૂર્ણ કરો
  6. નવી આવકનો દાખલો (Income Certificate) અપલોડ કરો
  7. સબમિટ કર્યા બાદ વેરિફિકેશન પૂર્ણ થતા કાર્ડ એક્ટિવ થઈ જશે

ઓફલાઇન (સરકારી હોસ્પિટલ / e-Gram / Ayushman Mitra Center)

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • ફોટો
  • આવકનો દાખલો લઈને જાઓ

ખાસ નોંધ

  • PMJAY ID બદલાશે નહીં, તે જ રહેશે
  • KYC પૂર્ણ ન કરો તો કાર્ડ રદ્દ પણ થઈ શકે છે
  • હેલ્પલાઇન નંબર: 14555

Ayushman Bharat Yojana શું આપે છે?

  • દર પરિવારને દર વર્ષે ₹5,00,000 સુધીની મફત સારવાર
  • સમગ્ર દેશમાં 10 કરોડથી વધુ પરિવારો લાભ મેળવે છે
  • ગરીબ અને મધ્યમ વર્ગ માટે જીવન બચાવનાર યોજના
hindustankikhabar whatsapp WhatsApp hindustankikhabar telegram Telegram