નવા વર્ષની શરૂઆત સાથે જ સામાન્ય જનતાના જીવન અને ખિસ્સા પર અસર કરતા અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે. 1 જાન્યુઆરી 2026 થી ફેરફાર થનારા આ મુખ્ય 9 નિયમો વિશે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે:
1. PAN-Aadhaar લિંક કરવાની છેલ્લી તક – 1 જાન્યુઆરી 2026 થી બદલાશે
PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. જો તમે આ નહીં કરો, તો 1 જાન્યુઆરી 2026 થી તમારું PAN કાર્ડ નિષ્ક્રિય (Inactive) થઈ જશે. જેના કારણે તમે ITR રિફંડ, બેંકિંગ ટ્રાન્ઝેક્શન કે સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો નહીં.
2. UPI અને ડિજિટલ પેમેન્ટના કડક નિયમો – 1 જાન્યુઆરી 2026 થી ફેરફાર
ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે UPI અને ડિજિટલ પેમેન્ટ પર નવા કડક નિયમો લાગુ થશે. ખાસ કરીને નવા સિમ કાર્ડ વેરિફિકેશન અને WhatsApp, Telegram જેવી એપ્સ પર થતા ફ્રોડ અટકાવવા નવી ગાઈડલાઈન અમલી બનશે.
3. બેંકોના વ્યાજદરમાં ફેરફાર – 1 જાન્યુઆરી 2026 થી ફેરફાર
SBI, PNB અને HDFC જેવી મોટી બેંકો દ્વારા લોનના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. સાથે જ નવી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વ્યાજદરો પણ 1 જાન્યુઆરી 2026 થી બદલાશે
4. LPG સિલિન્ડર અને ગેસના ભાવ
દર મહિનાની જેમ જ પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. ઓઇલ કંપનીઓ CNG, PNG અને ATF (હવાઈ ઈંધણ) ના નવા ભાવ જાહેર કરશે.
5. નવો ઇન્કમ ટેક્સ કાયદો 2025
જૂના 1961 ના ટેક્સ કાયદાની જગ્યાએ હવે ઇન્કમ ટેક્સ એક્ટ 2025 સંપૂર્ણ રીતે લાગુ થશે. સરકાર નવા ITR ફોર્મ જાહેર કરશે, જેનો અમલ ફાઈનાન્સિયલ યર 2026-27 થી થશે. આ નવી સિસ્ટમ કરદાતાઓ માટે વધુ સરળ બનાવવામાં આવી છે.
6. 8મું પગાર પંચ (8th Pay Commission)
સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે! એવી આશા છે કે 1 જાન્યુઆરી 2026 થી 8મું પગાર પંચ અમલી બનશે. જેનાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો જોવા મળશે. 7મા પગાર પંચની મુદ્દત 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂર્ણ થાય છે.
7. ખેડૂતો માટે નવા નિયમો (Unique Kisan ID)
પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે હવે યુનિક કિસાન ID ફરજિયાત બનશે. આ ઉપરાંત, જંગલી પ્રાણીઓ દ્વારા પાકને નુકસાન થાય તો 72 કલાકમાં રિપોર્ટ કરવા પર વીમા સહાય મળવાપાત્ર થશે.
8. વાહનોની કિંમતમાં વધારો
નવા વર્ષથી Tata Motors, Honda, BMW, Nissan અને Renault જેવી કંપનીઓ પોતાના વાહનોના ભાવમાં 3000 રૂપિયાથી લઈને 3% સુધીનો વધારો કરવાની તૈયારીમાં છે.