ભારત સરકાર દ્વારા રોજગાર વધારવા માટે એક નવી અને મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે, જેને Employment Linked Incentive (ELI) Scheme કહેવામાં આવે છે. આ યોજના હવે ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY)’ તરીકે ઓળખાય છે.
આ યોજના હેઠળ નોકરી કરતાં યુવાનોને પણ લાભ મળશે અને નોકરી આપતા વેપારીઓ/કંપનીઓને પણ સીધી આર્થિક મદદ મળશે. સરકારનો ઉદ્દેશ દેશમાં ફોર્મલ સેક્ટરમાં વધુ રોજગાર ઊભા કરવાનો છે.
યોજના વિશે મુખ્ય માહિતી – ELI Scheme 2025
- લાગુ થવાની તારીખ: 1 ઓગસ્ટ 2025
- સમયગાળો: 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027
- કુલ બજેટ: ₹99,446 કરોડ
- લક્ષ્ય: 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ નવી નોકરીઓ
ELI Scheme 2025 – યોજનાના ફાયદા – બે ભાગમાં વિભાજન
પ્રથમ વખત નોકરી કરનારા યુવાનો માટે
જો તમે પ્રથમ વખત ફોર્મલ સેક્ટરમાં નોકરી શરૂ કરો છો અને તમારું માસિક વેતન ₹1 લાખથી ઓછું છે, તો તમને સરકાર તરફથી એક મહિનાના વેતન જેટલી રકમ (મહત્તમ ₹15,000) મળશે.
રકમ કેવી રીતે મળશે?
- પ્રથમ કિસ્ત: 6 મહિના નોકરી કર્યા બાદ
- બીજી કિસ્ત: 12 મહિના પૂર્ણ થયા બાદ અને નાણાકીય સાક્ષરતા (Financial Literacy) કાર્યક્રમ પૂરો કર્યા પછી
આ રકમનો થોડો ભાગ બચત ખાતામાં જમા થશે, જેને તમે પછીથી ઉપાડી શકશો.
આ યોજના યુવાનોને પ્રથમ નોકરીમાં સ્થિર થવા અને ભવિષ્ય માટે બચત કરવા પ્રોત્સાહિત કરે છે.
નોકરી આપનારા નિયોગકર્તાઓ (Employers) માટે
જો તમે નવા કર્મચારીઓને નોકરી આપો છો અને તેઓ ઓછામાં ઓછા 6 મહિના સુધી કામ કરે છે, તો સરકાર તમને દર મહિને ₹1,000 થી ₹3,000 સુધી પ્રોત્સાહન રકમ આપશે.
વેતન મુજબ પ્રોત્સાહન:
- વેતન ₹10,000 સુધી → ₹1,000 / મહિનો
- ₹10,000 થી ₹20,000 → ₹2,000 / મહિનો
- ₹20,000 થી ₹1 લાખ → ₹3,000 / મહિનો
આ લાભ 2 વર્ષ સુધી મળશે,
મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે આ સમયગાળો 4 વર્ષ સુધી વધારી શકાય છે.
આથી નાના અને મધ્યમ વ્યવસાયોને નવા કર્મચારીઓ રાખવામાં મોટી મદદ મળશે.
અરજી કેવી રીતે કરવી?
- લાભ મેળવવા માટે EPFO (Employees’ Provident Fund Organisation) માં નોંધણી ફરજિયાત
- તમામ પ્રક્રિયા EPFO સિસ્ટમ દ્વારા ઑનલાઇન થશે
વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ જુઓ: pmvbry.labour.gov.in