GSSSB CCE Recruitment 2026: 5370 ગ્રુપ-A અને ગ્રુપ-B ભરતી જાહેર, સંપૂર્ણ માહિતી

GSSSB CCE Recruitment 2026: 5370 ગ્રુપ-A અને ગ્રુપ-B ભરતી જાહેર, સંપૂર્ણ માહિતી અહીં વાંચો

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરી મેળવવાની તૈયારી કરતા યુવાનો માટે એક ખુબ જ મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ‘સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા’ (CCE 2026) માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી અંતર્ગત ક્લાસ-૩ (વર્ગ-૩) ની ગ્રુપ-A અને ગ્રુપ-B ની કુલ 5,370 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

જો તમે પણ સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો આ લેખમાં અમે તમને આ ભરતી વિશેની તમામ ઝીણવટભરી માહિતી પૂરી પાડીશું.

ભરતીની મુખ્ય વિગતો

વિગતમાહિતી
સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પરીક્ષાનું નામCCE 2026 (સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા)
કુલ જગ્યાઓ5,370
જાહેરાત ક્રમાંક૩૭૮/૨૦૨૫૨૬
ઓનલાઇન ફોર્મ શરૂ થવાની તારીખ05 ફેબ્રુઆરી 2026
છેલ્લી તારીખ20 ફેબ્રુઆરી 2026
સત્તાવાર વેબસાઇટgsssb.gujarat.gov.in / ojas.gujarat.gov.in

જગ્યાઓની વિગત

CCE 2026 ની આ ભરતીમાં ગ્રુપ-A (સુપરવાઈઝરી કેડર) અને ગ્રુપ-B (ક્લેરિકલ કેડર) એમ બે ભાગ પાડવામાં આવ્યા છે.

ગ્રુપ-A ની જગ્યાઓ (કુલ ૨૩૬૫):

  1. સોશિયલ વેલ્ફેર ઇન્સ્પેક્ટર: 125 જગ્યા
  2. ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ: 03 જગ્યા
  3. કલેક્ટર ઓફિસ ક્લાર્ક (રેવન્યુ): 1600 જગ્યા
  4. હેડ ક્લાર્ક: 134 જગ્યા
  5. સીનિયર ક્લાર્ક: 503 જગ્યા

ગ્રુપ-B ની જગ્યાઓ (કુલ ૩૦૦૫):

  1. જુનિયર ક્લાર્ક: 3005 જગ્યા

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (Bachelor’s Degree) ની પદવી હોવી ફરજિયાત છે. આ ઉપરાંત:

  • કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે (પ્રમાણપત્ર હોવું જોઈએ).
  • ગુજરાતી અને હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા (Age Limit)

ઉમેદવારની ઉંમર ૨૦ થી ૩૫ વર્ષ ની વચ્ચે હોવી જોઈએ. વય મર્યાદાની ગણતરી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ કરવામાં આવશે. સરકારના નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારો (SC/ST/SEBC/EWS/મહિલા) ને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

પગાર ધોરણ (Salary Structure)

પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે.

  • ગ્રુપ-A (ઉચ્ચ પદો): રૂ. ૪૯,૬૦૦ સુધી (હોદ્દા મુજબ)
  • ગ્રુપ-B (જુનિયર ક્લાર્ક): અંદાજે રૂ. ૨૬,૦૦૦ ફિક્સ

પરીક્ષા પદ્ધતિ (Selection Process)

GSSSB CCE પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે:

  1. પ્રાથમિક પરીક્ષા (Prelims): આ પરીક્ષા CBT (Computer Based) રહેશે, જેમાં MCQ પ્રકારના પ્રશ્નો પુછાશે. આ પરીક્ષા 100 ગુણની રહેશે.
  2. મુખ્ય પરીક્ષા (Mains):
    • ગ્રુપ-A માટે: આ પરીક્ષા વર્ણનાત્મક (Descriptive) રહેશે, જેમાં નિબંધ, પત્ર લેખન વગેરે પુછાશે.
    • ગ્રુપ-B માટે: આ પરીક્ષા પણ MCQ આધારિત રહેશે પરંતુ તેનું સ્તર ઉંચુ હશે.

અરજી ફી (Application Fee)

  • સામાન્ય વર્ગ (General Category): રૂ. 500
  • અનામત વર્ગ (SC, ST, SEBC, EWS, Ex-Servicemen, PwD, મહિલાઓ): રૂ. 400
  • ખાસ નોંધ: જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેશે, તેમની પરીક્ષા ફી પરત (Refund) કરવામાં આવશે તેવી જોગવાઈ છે.

કેવી રીતે અરજી કરવી? (How to Apply)

  1. સૌ પ્રથમ OJAS ની સત્તાવાર વેબસાઈટ ohttps://ojas.gujarat.gov.in/jas.gujarat.gov.in પર જાઓ.
  2. ત્યાં ‘Online Application’ વિભાગમાં ‘Apply’ પર ક્લિક કરો.
  3. જાહેરાત ક્રમાંક 378/202526 પસંદ કરો.
  4. તમારી તમામ અંગત અને શૈક્ષણિક વિગતો ભરો.
  5. ફોટો અને સહી અપલોડ કરો.
  6. ફોર્મ કન્ફર્મ કર્યા પછી પ્રિન્ટ આઉટ લઈ લો અને ઓનલાઇન ફી ભરો.

તૈયારી માટેની ટિપ્સ (Preparation Tips)

આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ હોવાથી સ્પર્ધા પણ ખૂબ જ રહેવાની છે. તેથી, વિદ્યાર્થીઓએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. ગણિત, રીઝનીંગ, ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ પર ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે પ્રિલિમ પરીક્ષામાં આ વિષયોનો ભાર વધુ હોય છે.

મહત્વની લિંક્સ (Important Links)

hindustankikhabar whatsapp WhatsApp hindustankikhabar telegram Telegram