Indian Postal Payment Bank Limited (IPPB) ભરતી 2025
મહત્વપૂર્ણ તારીખો ( India Post IPPB Recruitment 2025 ):
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 11-11-2025
- અરજીની અંતિમ તારીખ (ફી સહિત): 01-12-2025
- બધી માપદંડો માટે નિર્ધારિત તારીખ: 01-11-2025
પદ વિગતો:
પદનું નામ: જુનિયર એસોસિએટ
જગ્યા: ૧૯૯
સ્થાન: IPPB શાખા/બેંકિંગ આઉટલેટ (એનેક્સર-I મુજબ)
પદનું નામ: એસિસ્ટન્ટ મેનેજર (સ્કેલ-I)
જગ્યા: ૧૧૦
સ્થાન: IPPB શાખા/બેંકિંગ આઉટલેટ (એનેક્સર-I મુજબ)
કુલ જગ્યાઓ: ૩૦૯
વય મર્યાદા (01-11-2025 સુધી):
- જુનિયર એસોસિએટ: 20 થી 32 વર્ષ
- એસિસ્ટન્ટ મેનેજર (સ્કેલ-I): 20 થી 35 વર્ષ
શૈક્ષણિક લાયકાત અને અનુભવ:
- શૈક્ષણિક લાયકાત: કોઈ પણ શાખામાં સ્નાતક (Graduation).
- અનુભવ: કેન્દ્ર/રાજ્ય સરકાર/PSU/સ્વાયત્ત નિકાયમાં નિયમિત કર્મચારી હોવા જોઈએ અને નીચેની પગાર સ્કેલમાં નિર્ધારિત અનુભવ હોવો જોઈએ.
જુનિયર એસોસિએટ માટે:
- CDA પગાર ધોરણ: લેવલ ૪, ૫, અથવા ૬ (ગ્રુપ C અને B) માં ૩ વર્ષનો અનુભવ.
- IDA પગાર ધોરણ: W-4, W-5, અથવા W-6 (વર્કમેન કેટેગરી) માં અનુભવ.
એસિસ્ટન્ટ મેનેજર (સ્કેલ-I) માટે:
- CDA પગાર ધોરણ: લેવલ ૭ માં ૫ વર્ષનો અનુભવ અથવા લેવલ ૮ માં ૩ વર્ષનો અનુભવ.
- IDA પગાર ધોરણ: લેવલ E-1 અથવા લેવલ E-0 માં ૩ વર્ષનો અનુભવ.
આ પણ વાંચો:
નોંધ:
- જુનિયર એસોસિએટ માટે ફક્ત ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના લેવલ ૪ ના કર્મચારીઓ જ પાત્ર છે.
- એસિસ્ટન્ટ મેનેજર માટે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના કર્મચારીઓ પાત્ર નથી.
પગાર ધોરણ અને લાભો:
- ડેપ્યુટેશન/ફોરેન સર્વિસ પર નિયુક્ત થયેલ અધિકારી/કર્મચારી તેમના મૂળ પગાર અને ડેપ્યુટેશન ભથ્થું અથવા IPPB પોસ્ટનો પગાર, જે માંગે તે લઈ શકે છે.
- વતન, પેન્શન અને અન્ય લાભો મૂળ વિભાગના નિયમો મુજબ નિયંત્રિત થશે.
અરજી ફી:
- ₹ ૭૫૦/- (બિન-રદ્દ કરવાપાત્ર)
- ફી ભરવી એ અરજીની પ્રક્રિયા પૂર્ણ થયેલ ગણાશે.
જગ્યાઓ (સ્થાન):
જુનિયર એસોસિએટ અને એસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં છે. ગુજરાત રાજ્ય માટેની જગ્યાઓ નીચે મુજબ છે:
- અમદાવાદ બેંકિંગ આઉટલેટ ખાતે એસિસ્ટન્ટ મેનેજરની ૧ જગ્યા છે.
- ભાવનગર બેંકિંગ આઉટલેટ ખાતે જુનિયર એસોસિએટની ૧ જગ્યા છે.
- ભુજ બેંકિંગ આઉટલેટ ખાતે જુનિયર એસોસિએટની ૧ અને એસિસ્ટન્ટ મેનેજરની ૧, એમ કુલ ૨ જગ્યાઓ છે.
- દ્વારકા બેંકિંગ આઉટલેટ ખાતે જુનિયર એસોસિએટની ૧ જગ્યા છે.
- ગોધરા બેંકિંગ આઉટલેટ ખાતે જુનિયર એસોસિએટની ૧ જગ્યા છે.
- સુરત બેંકિંગ આઉટલેટ ખાતે એસિસ્ટન્ટ મેનેજરની ૧ જગ્યા છે.
- સુરેન્દ્રનગર બેંકિંગ આઉટલેટ ખાતે જુનિયર એસોસિએટની ૧ જગ્યા છે.
અરજી કેવી રીતે કરવી:
- અરજી ફક્ત ઓનલાઈન જ www.ippbonline.com વેબસાઈટ પરથી ૧૧-૧૧-૨૦૨૫ થી ૦૧-૧૨-૨૦૨૫ સુધીમાં કરી શકાશે.
- અરજી ભરતી વખતે તમારા મૂળ સંસ્થામાંથી “નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ” (NOC) અપલોડ કરવું ફરજિયાત છે. NOC માં નીચેની માહિતી હોવી જરૂરી છે:
- છેલ્લા ૫ વર્ષમાં લાગુ કરાયેલ કોઈપણ દંડ (મેજર/માઈનર)ની વિગત.
- સક્ષમ અધિકારી તરફથીનું વિજિલન્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ.
- એવું નિવેદન કે પસંદગી થયા પછી કર્મચારીને ૩૦ દિવસમાં રજા આપવામાં આવશે.
- અરજી ફોર્મમાં સ્નાતકની ટકાવારી સચોટ રીતે ભરવી જરૂરી છે.
- અરજી સબમિટ કર્યા પછી તેમાં ફેરફાર કે રદ્દી કરવાની મંજૂરી નથી અને ફી પરત મળશે નહીં.
નોંધ: આ માહિતી PDF જાહેરનામા પર આધારિત છે. કોઈપણ ફેરફાર માટે કૃપા કરીને IPPB ની અધિકૃત વેબસાઈટ (www.ippbonline.com) ની ચકાસણી કરો.