ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમો 2025: હવે નિયમભંગ કરવો મોંઘો પડશે | New Traffic Rules & Fines In Gujarat

ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમો 2025: હવે નિયમભંગ કરવો મોંઘો પડશે | New Traffic Rules & Fines in Gujarat

ગુજરાતમાં ટ્રાફિક નિયમભંગ માટે હવે વધ્યાં દંડ – 2025 અપડેટ

ગુજરાતમાં રસ્તા અકસ્માતો ઘટાડવા અને રોડ સેફ્ટી વધારવા માટે સરકારએ ટ્રાફિક નિયમોના ભંગ પર લાગતા દંડોમાં મોટો વધારો કર્યો છે.
મોટર વાહન અધિનિયમ 2019 (Motor Vehicles Amendment Act) મુજબ હવે ઘણી બાબતોમાં દંડની રકમ 2 થી 5 ગણી સુધી વધી ગઈ છે. જો તમે ટ્રાફિક નિયમોનો ભંગ કરો છો, તો હવે ભારે દંડ ભરવો પડી શકે છે અને લાઇસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે.

મહત્વના ટ્રાફિક ભંગો અને નવા દંડ (Gujarat New Traffic Rules 2025)

હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવવું
— નવો દંડ: ₹500 (પ્રથમ વાર), ₹1,000 (બીજી વાર)
— ટ્રિપલ સવારી: ₹1,000 દર વખતે

સીટબેલ્ટ વિના કાર ચલાવવું
— ₹500 (પ્રથમ વાર), ₹1,000 (બીજી વાર)

ટ્રાફિક સિગ્નલ તોડવું / રેડ લાઇટ કૂદવી
— ₹1,000 (પ્રથમ), ₹5,000 સુધી + ડ્રાઈવિંગ લાઇસન્સ જપ્ત (બીજી વાર)

ઓવરસ્પીડિંગ / વધુ ઝડપે વાહન ચલાવવું
— ₹1,000 થી ₹2,000 (વાહન પર આધારિત), ગંભીર કિસ્સામાં ₹5,000

લાઇસન્સ વગર વાહન ચલાવવું
— ₹5,000 (પ્રથમ), ₹10,000 (બીજી વાર)

ડ્રંક ડ્રાઇવિંગ (દારૂ પી ને ડ્રાઇવિંગ)
— ₹10,000 + 6 મહિના જેલ (પ્રથમ), ₹15,000 + 2 વર્ષ જેલ (બીજી વાર)

મોબાઇલ વાપરીને વાહન ચલાવવું
— ₹1,000 થી ₹5,000 + લાઇસન્સ જપ્ત

RC અથવા PUC વગર વાહન ચલાવવું
— RC વગર: ₹2,000 (ટુ-વ્હીલર), ₹5,000 (અન્ય)
— PUC વગર: ₹1,000 (પ્રથમ), ₹2,000 (બીજી વાર)

18 વર્ષથી ઓછી ઉંમરે ડ્રાઇવિંગ (Minor Driving)
— ₹25,000 + 3 વર્ષ જેલ + લાઇસન્સ રદ
— વાલી પર પણ ₹5,000 દંડ

નો પાર્કિંગ / ગેરકાયદેસર પાર્કિંગ
— ₹500 (વાહન જપ્ત થઈ શકે)

રશ / ખતરનાક ડ્રાઇવિંગ
— ₹5,000 + 6 મહિના જેલ (ગંભીર કિસ્સામાં ₹10,000 + 2 વર્ષ જેલ)

મહત્વપૂર્ણ માહિતીઓ

  • બીજી વખત ભંગ પર દંડ સામાન્ય રીતે બમણો
  • લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે
  • 135 દિવસમાં e-Challan ચૂકવવો ફરજિયાત
  • 2024-25માં ગુજરાતમાં 15 લાખથી વધુ challan જારી થયા અને ₹70 કરોડથી વધુ દંડ વસૂલાયો

સલાહ

  • હંમેશા હેલ્મેટ/સીટબેલ્ટ પહેરો
  • મોબાઇલ નો ઉપયોગ ન કરો
  • સ્પીડ લિમિટનું પાલન કરો
  • યોગ્ય દસ્તાવેજો રાખો (DL, RC, PUC, ઇન્શ્યોરન્સ)
hindustankikhabar whatsapp WhatsApp hindustankikhabar telegram Telegram