ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા હાલમાં દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં Special Intensive Revision (SIR) – 2026 ઝુંબેશ ચાલી રહી છે. મતદાર યાદીમાં કોઇ ભૂલ રહે નહીં, ડુપ્લિકેટ એન્ટ્રી દૂર થાય અને બધાં નામ અપડેટ રહે તે માટે BLO ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરી રહ્યા છે.
જો તમે BLO ને ફોર્મ આપી દીધું છે તો પણ — તે સિસ્ટમમાં અપલોડ થયું છે કે નહીં તે ચેક કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારું નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ શકે છે
તમારા SIR ફોર્મનો સ્ટેટસ આ રીતે મોબાઇલથી ચેક કરો – SIR Form Status Check 2025
- તમારા મોબાઇલ અથવા લેપટોપમાં –voters.eci.gov.in ઓપન કરો.
- SIR – 2026 સેક્શન ઓપન કરો
હોમપેજ પર તમને “Special Intensive Revision (SIR) – 2026” દેખાશે. - તેમાંથી Fill Enumeration Form પસંદ કરો.
- તમારો Registered Mobile No / Email / EPIC No દાખલ કરો
- Request OTP કરો
- OTP નાખીને Login કરો
- EPIC નંબરથી સ્ટેટસ તપાસો
- લોગિન થયા પછી ફરીથી Fill Enumeration Form પર ક્લિક કરો
- રાજ્ય (State) પસંદ કરો
- તમારો EPIC Number દાખલ કરો
- Search કરો
તમને કેવો મેસેજ મળશે?
જો તમારું ફોર્મ BLO એ અપલોડ કરી દીધું હશે
“Your form has already been submitted with mobile number XXXXXXXXX. Contact your BLO for more information.”
જો મેસેજ ન આવે
તો એ સમજવું કે ફોર્મ હજુ અપલોડ થયું નથી. – તાત્કાલિક તમારા BLO નો સંપર્ક કરો.
જાતે ઓનલાઇન SIR ફોર્મ કેવી રીતે ભરી શકાય?
જો BLO સુધી તમે પહોંચ્યા ન હો અથવા તેઓ તમારા ઘરે ન આવ્યા હોય, તો તમે પોતે પણ ઓનલાઇન ફોર્મ સબમિટ કરી શકો છો.
શરત: તમારો મોબાઇલ નંબર Voter ID સાથે લિંક હોવો જરૂરી.
પ્રક્રિયા:
- voters.eci.gov.in પર Fill Enumeration Form ઓપન કરો
- રાજ્ય પસંદ કરો
- EPIC નંબર નાખો
- તમારી માહિતી ચકાસો
- આધાર કાર્ડથી ઓનલાઇન વેરીફિકેશન કરો
- ફોર્મ સબમિટ કરો
ધ્યાન રાખો: આધાર અને Voter ID પર નામ એકસરખું હોવું જોઈએ.
છેલ્લી તક!
SIR પ્રક્રિયા પૂર્ણ થવાની છે.
આજે જ મોબાઇલથી સ્ટેટસ ચકાસી લો, નહીં તો આગામી ચૂંટણીમાં તમારું નામ યાદીમાં ન પણ હોય!